Thursday, August 2, 2012

   WMZ6 # YL ( GL VeIF;S|D OF/J6L DMS,JF AFAT 

નો પરીપત્ર
મેળવવા માટે -  અહી ક્લિક કરો 
પંખી  SSA WEB SIDE -  http://www.ssagujarat.org/

          STD - 6 TO 8 TEXBOOK  મેળવવા માટે અહી ક્લિક કરો


Wednesday, August 1, 2012

5000 આચાર્યોની ભરતીને શિક્ષણમંત્રીની બ્રેક





અમદાવાદ,શુક્રવાર
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આચાર્યોની ભરતી કરી લેવાનો
 શિક્ષણમંત્રીનો મનસુબો બૂમરેંગ સાબિત થતાં અંતે શિક્ષણમંત્રીએ જ મુખ્ય આચાર્યોની સીધી 
ભરતીને બ્રેક મારવાના આદેશ આપવા પડયા છે. પરિણામે ઉમેદવારોના તૈયાર થઈ ગયેલા 
ઓર્ડર અટકાવી દેવામાં આવ્યા છે.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા થોડા સમય પહેલા પ્રાથમિક શાળાઓમાં ખાલી રહેલી આચાર્યોની
 પાંચ હજાર જેટલી જગ્યાઓ ભરવા માટે ભેદી ઉતાવળ કરી હતી. નિયમ એવો છે કે મુખ્ય આચાર્યો
ની કુલ પ હજાર જગ્યા ભરવાની છે તેમાં રપ૦૦ જગ્યા બઢતીપાત્ર શિક્ષકોને બઢતી આપીને
 ભરવાની બાકીને રપ૦૦ જગ્યા સીધી ભરતીથી કરવાની હોય છે. એટલું જ નહીં સૌ પહેલા બઢતીથી 
જગ્યાઓ ભરવાની હોય છે જેથી તેઓને પસંદગીના સ્થળ મળી શકે. ત્યાર બાદ જ સીધી ભરતીના
 ઉમેદવારો લેવાના હોય છે.
પરંતુ શિક્ષણમંત્રી રમણલાલ વોરાએ બઢતીવાળા ઉમેદવારોને બાજુએ રાખી સીધી ભરતીની પ્રક્રિયા
 શરૃ કરાવી દીધી હતી. આ માટે જાહેરાત આપી અરજીઓ મંગાવાઈ, લેખિત કસોટીઓ લેવાઈ,
 ઈન્ટરવ્યું થયા અને અંતે ઉમેદવારોના સર્ટિફિકેટનું વેરીફિકેશન પણ પુર થવામાં છે અને નિમણૂંકના
 ઓર્ડર તૈયાર થવા માંડયા છે ત્યાં જ કોઈ કક્ષાએથી શિક્ષણમંત્રી પર દબાણ આવતાં શિક્ષણમંત્રી
 રમણલાલ વોરાએ અચાનક જ સીધી ભરતીની પ્રક્રિયા પર બ્રેક લગાવી તૈયાર થઈ ગયેલા નિમણૂંકના
 ઓર્ડરો રોકાવી દીધા છે.
પ્રાથમિક શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે હવે જે રપ૦૦ જગ્યા બઢતીથી ભરવાની છે તેની
 પ્રક્રિયા શરૃ કરી દેવાઈ છે. જે પૂર્ણ થયા બાદ જ સીધી ભરતીની હાલમાં અટકાવાયેલી પ્રક્રિયા
 આગળ વધારી નિમણૂંકો આપવામાં આવશે.આમ, હાલ તુરંત તો શિક્ષણમંત્રીનો ચૂંટણીલક્ષી
 ભરતી કરવાનો પ્રયાસ વિફળ રહ્યો છે. હવે ચૂંટણી પહેલા આ એજન્ડા પાર પાડવામાં આવે
 છે કે કેમ? તે જોવું રહ્યું.
વર્ષ ર૦૦૭ના ઉમેદવારો બઢતીની રાહમાં બેઠા રહ્યા
આચાર્યોની જગ્યા ભરાશે ત્યારે પોતાનો પ્રથમ ચાન્સ લાગશે તેવી આશામાં બેઠેલા ઉમેદવારોને
 શિક્ષણ વિભાગે અંધારામાં રાખીને સીધી ભરતીની પ્રક્રિયા આરંભી દીધી હતી. વર્ષ ર૦૦૭ અ
ને ર૦૦૮ના અનેક ઉમેદવારોને બાકાત રાખીને સીધી ભરતી કરાતાં વિવાદ સર્જાયો હતો.
Gujarat samachar 28/7/12